વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ હવે સમયસર દોડશે, દોડમાં રહીશો નહી પાછળ!

રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જરૂરી કામગીરી માટે ટૂંકસમય માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની ભાવનગર ડિવિઝન હેઠળની વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ટ્રેન નં. 19120ના નિયમિત દોડવામાં વિલંબ થતો હતો. ટ્રેનને દર શુક્રવાર અને રવિવારે 1 કલાક 15 મિનિટ મોડી ચલાવવામાં આવતી હતી.

હવે આ ટ્રાફિક બ્લોક પૂરો થઈ જતા, રેલવે તંત્રએ મુસાફરોની સુવિધા દૃષ્ટિએ ટ્રેનને ફરીથી તેના નિર્ધારિત સમયપત્રક અનુસાર દોડાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ ટ્રેન હવે તા. 20/06/2025, 22/06/2025 અને 27/06/2025ના રોજ સવારે 7:30 કલાકે વેરાવળ રેલવે સ્ટેશન પરથી નિયમિત સમય મુજબ દોડશે.

આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળશે અને તેમનો મુસાફરીનો સમય બચશે. ટ્રેનના તમામ સ્ટોપેજ, કોચ રચના અને અન્ય વિગતો માટે મુસાફરોને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લેવાની પણ અપીલ કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, ટ્રાફિક બ્લોકના કારણે થતો વિલંબ હવે દૂર થયો છે અને ટ્રેન સેવા પૂર્વવત રહેશે.
વિશેષ નોંધનીય છે કે આ ટ્રેન રાજયના પશ્ચિમ વિસ્તારમાં અનેક મહત્વના શહેરો સાથે રાજધાની ગાંધીનગરને સંકળે છે, તેથી આ સેવા પુનઃ સમયસર થવા જતાં અનેક મુસાફરોને લાભ થશે.