વેરાવળ લોહાણા બોર્ડીંગ માં રધુવંશી સમાજ ના હજારો ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે.

સોમનાથ

વિશ્વ નો સૌથી મોટો ઉત્સવ નવરાત્રી ને ઉજવવા માટે ગીર સોમનાથ જીલ્લા ના સૌ થી મોટા મહાજન વેરાવળ માં ૧૦ દિવસ નવરાત્રી નું ભવ્ય આયોજન કરાયેલ છે ૧૫ હજાર થી વધારે વસ્તી લોહાણા જ્ઞાતિ રધુવંશી પરીવાર ની શહેર માં છે ત્યાં લોહાણા બોર્ડીંગ ના વિશાળ ગ્રાઉન્ડ માં ગુરૂવાર થી હજારો રધુવંશી ખૈલેયાઓ નવરાત્રી મહોત્સવ માં ઉમટી પડશે પ્રખ્યાત મ્યુઝીકલ ગ્રુપ લોકપ્રિય કલાકારો , સહીત અનેક વ્યવસ્થાઓ સાથે ૧૭ વર્ષથી ભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય છે ગીર સોમનાથ જીલ્લાના મુખ્યમથક વેરાવળમાં સૌથી મોટા જ્ઞાતિ ઉત્સવ માં ૧૦ દિવસ દરમ્યાન હજારો પરીવારો ઉમટી પડે છે.

વેરાવળ શહેર માં બસ સ્ટેન્ડ સામે આવેલ લોહાણા બોડીંગના વિશાળ ગ્રાઉન્ડ માં જલ્યાણ નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્ય આયોજન કરાયેલ છે 17 વર્ષથી જલ્યાણ ગ્રુપ ના ચેરમેન તરીકે સેવા બજાવતા તેમજ લોહાણા મહાજન પ્રમખ દીપક કકકડે જણાવેલ હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુસરી ન નવરાત્રી નું ભવ્ય આયોજન થઈ રહેલ છે હજારો લોહાણા જ્ઞાતિજનો દરરોજ માતાજીના સ્વરૂપમાં રમતી બાળાઓના દર્શન કરવા આવી પહોચે છે સૌથી સુરક્ષીત સીકયુરીટી સાથે આ નવરાત્રી મહોત્સવ વડીલોએ શરૂ કરેલ હતો તેની પરંપરા આજે પણ સાચવી રાખેલ છે રમવા આવતા ખૈલેયાઓ તેમજ જ્ઞાતિજનો પાસે થી કોઈપણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી તમામ ને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવે છે વર્ષોથી લોષણા જ્ઞાતિ પરીવારો ૧૦ દિવસ એક સાથે અદભુત પુર્વક વાતાવરણ હોય છે. હળી મળીને રહે છે ત્યારે પરીવાર જેવું ખુબજ સૌથી મોટો ઉત્સવ ૧૦ દિવસ માતાજીના આરાધના પ્રાર્થના કરવા માટે ગ્રાઉન્ડ ની અંદર સૌ સાથે મળીને આરતી કરે છે આટલો મોટો ધાર્મિક ઉત્સવ લોહાણા જ્ઞાતિ પરીવારના આર્શિવાદ થી ઉજવાય છે દરવર્ષે કંઈક નવું મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે આ દસે દસ દિવસ બાળકો માટે સુંદર આયોજન કરાઈ છે દરરોજ લ્હાણી આપવામાં આવે છે.

પ્રખ્યાત સ્વર મ્યુઝીકલ ગ્રુપ ના કલાકારો દિનેશ ચુડાસમા , હર્ષાબેન ગોંડલીયા,જીજ્ઞાશા વાજા,લક્ષમણભાઈ ચુડાસમા,દશરથભાઈ ચુડાસમા સહીત ના કલાકારો તેમજ મ્યુઝીક ટીમ ખેલેયાઓને દરરોજ થનગનાટ કરવા માટે સૌથી મોટી તૈયારી કરેલ છે. કેન્દ્ર,રાજય સરકાર ના વહીવટી,પોલીસ તંત્ર નગરપાલિકા સહીત અનેક રાજકીય પદાધિકારીઓ દ્વારા સહકાર આપવામાં આવે છે ગીર સોમનાથ જીલ્લા સહીત અનેક શહરોમાંથી લોહાણા જ્ઞાતિ પરીવારો નવરાત્રી માણવા ઉમટી પડે છે.વધુ માં દીપક કકકડે જણાવેલ હતું કે ૩૦ વર્ષ થી લોહાણા જ્ઞાતિ રધુવંશી ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવ સૌથી મોટ ગ્રાઉન્ડ માં યોજાય છે તેનો સૌથી વધારે શ્રેય લોહાણા બોર્ડીંગના ટ્રસ્ટીશ્રીઓ ગૃહપતિ ,બાળકો સૌથી વધારે સાથ સહકાર આપી રહેલ છે.

અહેવાલ :-દિપક જોશી ગીર (સોમનાથ)