વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૧૮૬૦૦૯૨૫૦૦૭૯/૨૦૨૫ બી.એન.એસ. ક.૩૦૫, ૩૩૧,(૪), ૫૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના ક.૧૦-૦૦ થી તા.૦૩/૦૨/૨૦૨૫ ના બપોરના બે વાગ્યા પહેલા કોઇપણ સમયે વેરાવળ સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા ચોર ઇસમોઓ આ કામના ફરીયાદીના મકાનનો દરવાજો તોડી ફરીયાદીની પત્નીને કરીયાવરમા મળેલ અલગ-અલગ પ્રકારના વાસણો જેની કિ.રૂ.૧૫૫૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જેથી સદરહું ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.ગોસ્વામીનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના ટાવર પોલીસ ચોકીના પો.સબ ઇન્સ. કે.એન.મુછાળનાઓને આ વણ ઉકેલાયેલ ગુન્હા ને તાત્કાલીક ઉકેલવા અને ગુન્હાના કામના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવા સુચના કરતા ટાવર પોલીસ ચોકી સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમા સદરહુ ગુન્હાના આરોપી/ચોર મુદામાલ બાબતે વોચ/તપાસમા હતા તે દરમ્યાન ટાવર પોલીસ ચોકીના એ.એસ.આઇ.દેવીબેન નોઘણભાઇ બારડ તથા પો.કોન્સ.દિપકભાઇ ઉકાભાઇ બાંભણિયાનાઓને સંયુકતમાં મળેલ ખાનગી બાતમી તથા ટેકનિકલી હકિકતના આધારે નીચે જણાવેલ નામવાળા વ્યકિતીઓને વેરાવળ શહેર રંગોલી આઇસ્ક્રીમની બાજુમાથી મજકુર ઇસમોને હસ્તગત કરી યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા સદર ચોરીનો ગુન્હો કરેલાની કબુલાત આપતા હોય જેથી નીચે જણાવેલ આરોપીઓને ઉપરોકત ગુન્હામાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી પાડી અન ડીટેકટ ચોરીના ગુન્હાને ડીટેકટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ-
(૧) જીતુ ઉર્ફે ચીનો ઉર્ફે નેપાળી સ/ઓ ગોપીરામ થાપા જાતે.નેપાળી ઉવ.૨૨ ધંધો.છુટક મજુરી રહે.
હાલ વેરાવળ બંદર રોડ નગરપાલીકા શૌચાયલની બાજુમા ફુટપાથ તા.વેરાવળ.
(૨) આકાશભાઇ ઉર્ફે આકલો રમેશભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો.ભંગારની ફેરી રહે.
વેરાવળ રંગોલી આઇસ્ક્રીમની બાજુમા ફુટ પાથ તા.વેરાવળ
(૩) સનીભાઇ સુનીલભાઇ ચૌહાણ જાતે.દેવી પુજક ઉવ.૨૩ ધંધો.ભંગારની ફેરી રહે.વેરાવળ
મફતીયાપરા રિંગરોડ ગુરૂદ્રારાની સામે તા.વેરાવળ
કબ્જે કરેલ મુદામાલ-
અલગ અલગ પ્રકારના વાસણો નંગ-૫૪
મુદ્દામાલની કુલ કિ.રૂ.૧૦,૨૦૦/-
કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ:-
વેરાવળ સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એચ.આર.ગૌસ્વામી, તથા ટાવર પોલીસ ચોકીના પો.સબ ઇન્સ.શ્રી કે.એન.મુછાળ તથા એ.એસ.આઇ.ડી.એન.બારડ તથા પો.હેડ કોન્સ.આર.કે.ચોપડા તથા આર.એચ.રાઠોડ તથા પો.કોન્સ. દિપકભાઇ ઉકાભાઇ, રોહીતભાઇ વીરાભાઇ, ભુપતભાઇ લખમણભાઇ, પ્રવિણભાઇ લખમણભાઇ, વિજયભાઇ સરમણભાઇ, જીવાભાઇ જેસાભાઇ, કંચનબેન અરજણભાઇએ રીતેના પોલીસ સ્ટાફઆ કામગીરીમાં જોડાયેલ હતા.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)