ગીર સોમનાથ, વેરાવળ:
વેરાવળના જાણીતા નથવાણી પરિવાર અને વેરાવળ લોહાણા સમાજને ગર્વાન્વિત કરતા નવા તારા વધ્યા છે. લોહાણા સમાજના પ્રતિષ્ઠિત વેપારી નીરજભાઈ નથવાણીની દીકરી શ્રીધરી નથવાણીએ આ વર્ષ 2025માં આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલની SSC (ધો.10) ગુજરાત બોર્ડની પરીક્ષામાં કુલ 600માંથી 570 ગુણ પ્રાપ્ત કરીને 95% ગુણ અને 99.28% પાસન્ટાઈલ મેળવી શાનદાર સફળતા મેળવી છે.
શ્રીધરીની આ સફળતાના માટે વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા અને અન્ય કારોબારી સભ્યોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
શ્રીધરી બાળપણથી જ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત બાળ સંસ્કાર અને સ્વાધ્યાય કેન્દ્રમાં નિયમિત જતી રહી છે. તેણીએ પોતાના આ સફળતાનો પૂર્ણ શ્રેય પાંડુરંગ શાસ્ત્રીને આપ્યો છે.
અભ્યાસમાં ઉમદા હોવાના સાથે સાથે શ્રીધરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના 700 શ્લોક અને અન્ય અનેક સ્તોત્રો કઠણાઈથી કંટ્ઠસ્થ કર્યા છે.
તે ટેબલ ટેનિસમાં પણ પ્રવીણ ખેલાડી છે અને ગીર-સોમનાથના પ્રતિનિધિત્વ સાથે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ ચુકી છે. સંગીતમાં પણ રસ ધરાવતી શ્રીધરી એક કુશળ કીબોર્ડ પ્લેયર છે. વર્ષ 2025માં કલા મહાકુંભમાં સૌરાષ્ટ્ર ઝોન લેવલ પર ગીર-સોમનાથનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.
સંસ્કૃત ભાષામાં પણ તેની ગાઢ રસ હોય, અને 15 વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષાની સંસ્કૃત ગૌરવ પરીક્ષાની બધી 4 લેવલ પાસ કરી લીધી છે.
શ્રીધરીએ પોતાનું શૈક્ષણિક માર્ગદર્શન આપનાર સિધ્ધિ ટયુશન ક્લાસીસના પરેશભાઈ કક્કડ સરનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે એજ્યુકેશન સાથે આત્મવિશ્વાસ પણ વધારવામાં મદદ કરી.
આગામી અભ્યાસ માટે શ્રીધરીએ જણાવ્યું કે તે આયુર્વેદ અને સંસ્કૃત ભાષામાં વિશેષ રસ ધરાવે છે અને આ ક્ષેત્રોમાં આગળ વધવાની ઈચ્છા ધરાવે છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ