જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા અને વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ, વેરાવળ શહેરમાં નવરાત્રી તહેવાર દરમિયાન મહિલાઓ નિર્ભયતાથી ગરબા રમે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી દ્વારા બનાવવામાં આવેલી અલગ-અલગ ટીમો, શહેરના વિવિધ ગરબા મંડળોમાં દરરોજ, નવરાત્રી દરમિયાન, નશો કરીને આવતા ઇસમોને ઝડપવા માટે બ્રેથ એનલાઇઝરથી તપાસ કરી રહી છે.
આ તપાસનો હેતુ માત્ર કાયદા લાગુ કરવો નથી, પરંતુ ઉત્સવમાં સદર અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું પણ છે. પોલીસ દ્વારા નિયમિતપણે નશો ચેકિંગ અને ફરજીઓની હાજરી રાખી, ગરબા રમી રહેલા લોકો માટે સુરક્ષિત અને મોજમસ્તી ભરેલું તહેવાર નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
🔹 અહેવાલ – પ્રકાશ કારાણી, વેરાવળ, સોમનાથ