વેરાવળમાં સમસ્ત પટણી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનો ભવ્ય આયોજન, 15 યુગલોએ નિકાહ પઢી નવા જીવનની શરૂઆત કરી

 દીકરીઓને અઢી લાખનું કરિયાવર આપી સમાજે ઉજવણીને ઉમદા અભિગમ આપ્યો

વેરાવળ શહેરમાં સમસ્ત પટણી સમાજ દ્વારા આજના આધુનિક યુગમાં આવશ્યક બનેલ સુધારાઓના સંદેશ સાથે દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું મુખ્ય હેતુ શોષણજનક ખર્ચાઓ ઘટાડીને સમાજમાં સાદગી અને ભાઈચારાનો સંસ્કાર ફેલાવવાનો હતો.

લગ્ન સમારોહમાં કુલ 15 યુગલોએ ઈમાનદારી અને ભવિષ્યના વચનો સાથે નિકાહ પઢી નવા જીવનની શરૂઆત કરી. દરેક વધૂને કરિયાવરમાં આધુનિક ફર્નિચર સહિત લગભગ અઢી લાખથી વધુ કિંમતના 35થી વધુ ઘરગથ્થુ સાધનો આપવામાં આવ્યા હતા.

પટણી સમાજના પ્રમુખ અને મુસ્લિમ સેવા સમાજના આગેવાન પટેલ અફઝલ સાહેબે લોકો ને સંદેશ આપતા જણાવ્યું કે, “લગ્નમાં થતા અઘરાં ખર્ચાઓ વ્યક્તિને આર્થિક રીતે નબળું બનાવે છે. જો આપણે આ નાણાં બાળકોના ભવિષ્ય અને શિક્ષણ પાછળ ખર્ચીશું, તો સમાજ વધુ સુદ્રઢ બનશે.”

આ પ્રસંગે વિશિષ્ટ મહેમાન તરીકે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, જયદેવ જાની, કરશન બારડ, સાગર પુત્ર ફાઉન્ડેશનના જગદીશભાઈ ફોફનડી, લખમભાઈ અને દામજીભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ, નગરસેવક બાદલ હુંબલ, વિજુભાઈ બારડ, પ્રકાશભાઈ તન્ના સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા.

કાર્યક્રમની સફળતા પાછળ પટણી સમાજના ઉપપ્રમુખ તથા કાર્યકર્તાઓ જેમ કે ગુલામખાન, હાજી અયુબ, મોન્ટી મુસ્તાકભાઈ અજમેરી, યાસીનભાઈ ચૌહાણ અને સમગ્ર વેલફેર ટીમની અહમ ભૂમિકા રહી.

– અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ