વેસુમાં યુવતી સાથે વિધર્મી દ્વારા પ્રેમના જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા, છેડતીના ગુનામાં બે આરોપી ઝડપાયા

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે વિધર્મી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક સાધી પ્રેમ સંબંધ બાંધી મોટું કૌભાંડ આચર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપી યુવકે પ્રથમ તો યુવતી સાથે પ્રેમ જાળ બાંધી ₹76,000 ની રકમ પડાવી લીધી હતી, ત્યારબાદ જ્યારે યુવતીએ સંબંધમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કર્યો ત્યારે પૈસા પાછા આપવા માટે દબાણ કર્યું હતું.

યુવતીના જણાવ્યા અનુસાર આરોપી ઈમરાન શાહે યુવતીને ખાનગી સ્થળે બોલાવી તેની સાથે છેડતી પણ કરી હતી. આ દરમિયાન આરોપી ઈમરાન સાથે મળીને તેના સાથી સુફીયાન અબ્દુલ શેખે પણ યુવતીની સાથે શારીરિક છેડછાડ આચરી હતી.

વેસુ પોલીસે ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક પગલાં ભરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઈમરાન શાહ અને સુફીયાન અબ્દુલ શેખની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમના વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી તથા પુછપરછ શરૂ કરવામાં આવી છે.

વેસુ પોલીસ સમગ્ર ઘટનાની સઘન તપાસ હાથ ધરી છે અને યુવતીઓની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની તજવીજ ચાલી રહી છે.