વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદના કારણે વધુ પડતા પાણી ભરાવાને કારણે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો

1. 30મી ઓગસ્ટ, 2024ની ટ્રેન નંબર 19015 દાદર – પોરબંદર એક્સપ્રેસ
2. 29 ઓગસ્ટ, 2024ની ટ્રેન નંબર 19252 ઓખા – વેરાવળ એક્સપ્રેસ

શોર્ટ ટર્મિનેટેડ ટ્રેનો/શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો

1. 28મી ઓગસ્ટ, 2024 ની ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ ખંભાળિયા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આમ આ ટ્રેન ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
29મી ઓગસ્ટ, 2024ના રોજ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાને બદલે ખંભાળિયા સ્ટેશન થી 17.17 કલાકે ઉપડશે અને આમ આ ટ્રેન ઓખા-ખંભાળિયા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)