શહેરમાં મહાનગરપાલિકા, જુનાગઢની મંજૂરી વગર સ્ટીકર પોસ્ટર લગાડતા વોલ્ગા કન્સ્ટ્રકશન પાસેથી રૂ.૫,૦૦૦/- નો દંડ વસુલ કરતી મહાનગરપાલિકા,જુનાગઢ.

મહાનગરપાલિકા, જૂનાગઢની હદમાં આવેલ ભવનાથ વિસ્તારમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર સ્ટીકર પોસ્ટર લગાડવામાં આવેલ છે.જે અન્વયે માન.કમિશનરશ્રી ડો.ઓમ પ્રકાશ(IAS)ના આદેશ અન્વયે માન.નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજાની સુચનાથી આસી.કમિશનર(ટેક્સ) કે.જી. ટોલીયાના માર્ગદર્શન નીચે તા.૧૯/૦૨/૨૦૨૫ ના રોજ રૂ.૫,૦૦૦/- ના દંડ ની વસૂલાત કરવામાં આવેલ અને આ સ્ટીકર પોસ્ટર પોતાના ખર્ચે જ ઉતારી લેવા તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી બાહેધરી પણ લેવામાં આવેલ છે.
વધુમાં મહાનગરપાલિકા, જુનાગઢની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવૃતિ ન કરવા સૌને એક યાદીમાં જણાવવામાં આવેલ છે .

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ)