શહેરમાં રક્ષાબંધન પહેલા આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈમાં વપરાતા માવાનો સેમ્પલ લેવામાં આવ્યો.

સુરત : 

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે. મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

માવાના હોલસેલ વિક્ર્તાને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ગઈ હતી. આગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ માવાના સેમ્પલ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે. ત્યારબાદ જે સેમ્પલ નિષ્ફળ નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાશે

પાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું કે, આજે તહેવારો અગાઉ બનતી મીઠાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા માવા ના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરવામાં આવશે. જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)