👂 શ્રવણશક્તિ જાળવવા જનજાગૃતિ અભિયાન
📅 ગિર સોમનાથ, ૦૩ માર્ચ ૨૦૨૫ – દર વર્ષે ૩ માર્ચે ‘વિશ્વ શ્રવણ દિવસ’ ઉજવવામાં આવે છે, અને ૨૦૨૫માં ‘Changing mind-sets: Empower Yourself to make ear and hearing care a reality for all’’ થીમ હેઠળ આયુષ્માન આરોગ્ય મંદીર દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા.
📌 📖 શાળાઓમાં સ્પર્ધાઓ અને જાગૃતિ અભિયાન
🏫 વિદ્યાર્થીઓમાં સંદેશ ફેલાવવા નિબંધ, પેઈન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
🎧 શાળાઓ અને કોલેજોમાં હેડફોનના સુરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
🔍 પ્રાથમિક શાળાના બાળકો માટે આરોગ્ય કેમ્પ દ્વારા કાનની તપાસ કરવામાં આવી.
📌 📢 અવાજ પ્રદૂષણ અને સંભાળ માટે ખાસ ઝુંબેશ
✅ કાન અને શ્રવણશક્તિ માટે લોકજાગૃતિ વધારવા IEC ઝુંબેશ હાથ ધરવામાં આવી.
✅ અવાજ પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતોની ઓળખ અને નિયંત્રણ માટે કાર્યવાહી.
✅ યુવાપેઢીને સંવેદનશીલ બનાવવા માટે સોશિયલ મીડિયા અભિયાન.
📢 આયુષ્માન આરોગ્ય મંદીરના પ્રમુખના જણાવ્યા મુજબ,
“શ્રવણશક્તિ બચાવવા યોગ્ય પગલાં લેવાનું આવશ્યક છે, અને આ ઝુંબેશ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું ધ્યેય છે.”
📌 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ