શ્રાવણ માસ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજનદેવમાં વિશેષ શણગાર, ગર્ભગૃહમાં બદ્રીનાથ ઝાંખી

પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજે ગુરુવાર તા. 21 ઓગસ્ટ 2025ના રોજ મંદિરના ગર્ભગૃહમાં બદ્રીનાથ મંદિરની ઝાંખી કરાઈ હતી. દાદાને સુરતથી સિલ્કના કાપડમાંથી 7 દિવસની મહેનતે તૈયાર કરાયેલા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

આ અવસરે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. સાથે સાથે શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શન પણ યોજાયા હતા. શ્રાવણ માસ દરમિયાન દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સવારે 7 થી સાંજે 6 સુધી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન કરવામાં આવે છે.

સાળંગપુર ધામમાં આ વિશેષ દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તથા ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂજારી સ્વામી અનુસાર, આજે કષ્ટભંજનદેવના ગર્ભગૃહમાં સિંહાસન પર બદ્રીનાથ મંદિરની થીમ આધારિત દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ