શ્રી સોમનાથ મહાદેવને કૃષ્ણ પંચમી પર નાગ દર્શન શ્રૃંગાર કરાયો.

સોમનાથ

શ્રી સોમનાથ મહાદેવને કૃષ્ણ પંચમી પર નાગ દર્શન શ્રૃંગાર કરાયો હતો. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે હલાહલ નામનું ઝેર નીકળ્યુ હતું. આ ઝેરને પીવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે શિવજીએ ઝેર પીને સંસારને બચાવ્યો હતો. પરંતુ આ ઝેર એટલું વિકરાળ હતું કે તે શિવજીના ગળા સુધી પહોંચી ગયું. આથી શિવજીનું ગળું વાદળી રંગનું થઈ ગયુ. આથી તેમને નિલકંઠ કહેવામાં આવ્યા છે. કહેવાય છે કે આ ઝેરના પ્રભાવને ઓછો કરવા માટે શિવજીના પરમ ભક્ત નાગરાજ વાસુકી શિવજીના ગળામાં વિટડાયા હતા.

સોમનાથ મહાદેવને નાગ દર્શન શૃંગાર દર્શન દરેક ભક્તના જીવન માં રહેલ લાલચ, દુરાચાર, ક્રોધ ઈર્ષ્યા જેવા વિશ નું શમન કરી તેમના મનમાં શિવ રુપી કલ્યાણ વાસ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)