શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે સાહિત્યવિભાગની કાર્યશાળા યોજાઈ.

શ્રી સોમનાથ યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય સાહિત્યવિભાગની કાર્યશાળાનું આયોજન તારીખ ૪ થી ૮ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન ૪.૨.૨૦૨૫ તારીખે સવારે ૧૧ કલાકે થયું હતું. કાર્યશાળામાં પાંચ દિવસ દરમિયાન સાહિત્યશાસ્ત્રના વિશિષ્ટ ગ્રંથ કાવ્યાલંકારસૂત્રવૃત્તિ પર ૨૨ વ્યાખ્યાનો આપવામાં આવ્યાં હતાં. આ કાર્યશાળાનું સમાપન તારીખ ૮.૨.૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ જેમાં અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, પ્રિન્સિપાલ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા, ડૉ. ડાયાલાલ મોકરીયા, સંયોજકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભમાં ડૉ. ડાયાલાય મોકરીયા દ્વારા શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમનો વૃત્તાંત રજૂ કરવામાં આવ્યો.
આ તકે પ્રિન્સિપલ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા દ્વારા આ કાર્યશાળાના આયોજનને બિરદાવી, પ્રાપ્ત કરેલા જ્ઞાનનું ક્રિયાન્વયન થાય તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યાં હતાં. પ્રો. વિનોદ કુમાર ઝા દ્વારા શાસ્ત્રીય પદ્ધતિ વડે કાવ્ય અને કાવ્યનાં ઉપકારક તત્ત્વો વિશે વાત કરી કાર્યશાળાની સફળતા માટે અભિનંદન પાઠવ્યાં હતાં. અંતે ડૉ. રામકુમારી દ્વારા આભારવિધિ કરવામાં આવ્યો,


આ કાર્યશાળામાં થયેલાં તમામ વ્યાખ્યાનો યુટ્યૂબ ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યાં હતાં જેથી અનેક લોકો તેનાથી લાભાન્વિત થઈ શકે. આ કાર્યશાળામાં યુનિવર્સિટીના ૪૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાવ્યશાસ્ત્રીય વિષયોથી પરિચિત થયાં હતાં. કાર્યશાળાનાં સંયોજક તરીકે ડૉ. ડાયાલાલ મોકરીયા, ડૉ. જીગરભાઈ ભટ્ટ અને ડૉ. રામકુમારીએ કામગીરી કરી હતી.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)