સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જુનાગઢ ખાતે ભારતીય સફેદ વાઘ નું આગમન.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ અને પ્રદ્યુમન પાર્ક, રાજકોટ વચ્ચે ભારત સરકારનાં સેંટ્રલ ઝુ ઓથોરીટી ની પરવાનગી મુજબ એનીમલ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણીસંગહાલય જુનાગઢ માંથી ૧ જોડી સિંહ (નર ૧, માદા ૧) પ્રદ્યુમન પાર્ક રાજકોટ ને આપવામાં આવેલ હતા. જેના બદલામાં પ્રદ્યુમન પાર્ક રાજકોટ તરફથી ૧ જોડી સફેદ વાઘ (નર ૧, માદા ૧) સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ને આપવામાં આવેલ હતા. ત્યારબાદ સેંટ્રલ ઝુ ઓથોરીટી ની માર્ગદશીકા અનુંસાર સફેદ વાઘની જોડીને નિયત સમય માટે ક્વોરંટાઈન ફેસેલીટી માં રાખવાનો નો સમય પૂર્ણ થયા બાદથી મુલાકાતીઓ માટે જંગલ સફારી રૂટ પર મુકવામાં આવેલ છે. આમ પ્રવાસીઓ માટે સફેદ વાઘ ની જોડી એ એક અનોખુ આકર્ષણ નું સર્જન કરશે.

એમ શ્રી. અક્ષય જોશી, નિયામકશ્રી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ દ્વારા જણાવેલ હતું.સફેદ વાઘ વિશે રોચક માહિતી:૧. સફેદ વાઘ એ ભારતીય ઉપખંડ નાં પશ્ચિમ બંગાળ રાજ્ય માં આવેલા સુંદરવન વન વિસ્તાર માં જોવા મળે છે.૨. સફેદ વાઘ એ સામાન્ય વાઘ ની જેમ જ હોય છે. ફક્ત શરીર માં આવેલા “મેલાનીન” અભિરંજક ની ઉણપ ને લીધે સફેદ દેખાય છે.૩. સફેદ વાઘની આંખનો કલર બ્લુ તથા પગ ના પંજા નો કલર ગુલાબી હોય છે.૪. સફેદ વાઘ સામન્ય વાઘ કરતા શરીર વજનદાર હોય છે.૫. સફેદ વાઘ ની લંબાઈ નાક થી પુંછડી સુધી ૯.૮ ફીટ થી ૧૦ ફીટ સુધીની થઈ શકે છે.આ હવે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે જોવા મળશે .

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)