જુનાગઢ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ અને સજ્જનગઢ ઝુ,ઉદયપુર, રાજસ્થાન વચ્ચે ભારત સરકારનાં સેંટ્રલ ઝુ ઓથોરીટી ની પરવાનગી મુજબ એનીમલ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણીસંગહાલય જુનાગઢ માંથી ૧ જોડી સિંહ (નર ૧, માદા ૧) સજ્જનગઢ ઝુ, ઉદયપુર રાજસ્થાન ને આપવામાં આવેલ હતા. જેના બદલામાં સજ્જનગઢ ઝુ, ઉદયપુર રાજસ્થાન તરફથી ૨ જોડી જેકલ (નર ૨, માદા ૨), ૦૨ માદા ચિંકારા, ૧ જોડી ઝરખ (નર ૧, માદા ૧), ૧ જોડી જંગલ કેટ (નર ૧, માદા ૧) તથા ૨ જોડી રણ લોકડી (નર ૨: માદા: ૨) સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ને આપવામાં આવેલ હતા. જે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે ડીસ્પ્લે એરીયામાં મુકવામાં આવશે. તથા સદર તમામ વન્યજીવો સ્વસ્થ અને તંદુરસ્ત અવસ્થા માં છે.
આમ પ્રવાસીઓ માટે રણ લોંકડી, જંગલ કેટ,ઝરખ, ચિંકારા અને જેકલ એ એક અનોખુ આકર્ષણ નું સર્જન કરશે. એમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ના નિયામકશ્રી અક્ષય જોશી એ જણાવ્યુ હતું.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)