સુરત :
સુરતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન પલસાણા હાઇવે પરની ઓવરબ્રિજ એક્સીડન્ટ સર્જાયો હતો. જેના કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતમાં ટેન્કરના આગળના કેબિનના ભાગનો છુંદો વળી ગયો હતો. જેથી ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઓવરબ્રિજ પરથી ફૂલ સ્પીડમાં MH 43 BX 1864 નંબરની ટેન્કર પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટેન્કરનો અકસ્માત સર્જાયો હતો. જેથી ટેન્કરના આગળનો કેબિનનો ભાગ પડીકુ વળી ગયુ હતુ. જેથી ડ્રાઈવર તેમાં ફસાઈ ગયો હતો. જેથી તાત્કાલિક પોલીસ અને ભેસ્તાન ફાયર સ્ટેશન ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ડ્રાઈવરને ફાયર દ્વારા રેસ્ક્યુ કરી બહાર કઢાયો
ફાયરવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કટર સહિતના સાધનો દ્વારા ડ્રાઈવરને બચાવવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પતરા કાપીને ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવા પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો. ડ્રાઈવરને બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)