સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ૯૦ માં ATM -લગ્ન યોજાયા.

જૂનાગઢ

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૧૬/૮/૨૪ ના રોજ જુનાગઢ ખાતે અંબિકા ચોક, સુશીલાબેન છોટાલાલ શાહ હોલમાં, માણાવદરની કુંભાર જ્ઞાતિની દીકરી કુ.માનસી ધીરુભાઈ વાડોલીયા ના ATM- લગ્ન/ આદર્શ લગ્ન યોજાયા હતા.

અમેરિકા સ્થિત દાતાશ્રી નયનભાઈ કારાવદરા હસ્તે- જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા તરફથી આ દીકરીને કરિયાવર માં સેટી પલંગ, ગાદલુ, ડ્રેસિંગ ટેબલ, ટીપોઈ તેમજ અન્ય દાતાશ્રીઓ તથા આ સંસ્થા તરફથી કુલ ૭૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી કુ. માનસી ને ખૂબ જ ધામધૂમથી અને રંગેચંગે સાસરે વળાવીને પુણ્યનું કાર્ય કર્યું હતું. બધા જ દાનમાં કન્યાદાન ઉત્તમદાન છે એવું આજે પુરવાર થયું હતું.

નવદંપતીને જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા, દયાબેન માણેક, ચેતનાબેન મિશ્રાણી, કાજલબેન લાખાણી, કિશોરભાઈ ચોટલીયા, બટુક બાપુ, દીપલભાઈ રૂપારેલ, જીતુભાઈ નાગર, બીપીનભાઈ ભટ્ટી, રાજેશભાઈ ચુડાસમા વિગેરે એ આશીર્વાદ આપ્યા હતા. આ લગ્નની વિધિ શાસ્ત્રી શ્રી ગોપાલકૃષ્ણ જોશી દ્વારા વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેરા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણ ભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, જ્યોત્સનાબેન જેઠવા, રેવતુભા જાડેજા, સરોજબેન જોશી, મનોજભાઈ સાવલિયા અને કમલેશભાઈ ટાંક દ્વારા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)