સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા ૩૯ માં સર્વજ્ઞાતિય ૨૫ દિકરીઓ ના સમુહ લગ્ન યોજાયા.જેમા બે અંધ દીકરીઓએ પણ પ્રભુતામાં પગલા પાડ્યા.

જૂનાગઢની માનવ સેવામાં અજોડ જેનું નામ છે એવી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સનાતન હિન્દુ ધર્મશાળા ખાતે તા.૯/૨/૨૫ ને રવિવાર ના રોજ ૩૯મો સર્વ જ્ઞાતિય ૨૫ દિકરીઓના સમૂહ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા.
આ દીકરીઓને ભરપેટે કરિયાવર જેમાં બે ગ્રામ સોનાનું મંગળસૂત્ર, ચાંદીના સાંકળા, કિમતી ઘરચોળા-પાનેતર, સેટી પલંગ ગાદલુ, કબાટ, ટીપોઈ, ગેસ નો ચૂલો વિગેરે જેવી ૧૩૫ વસ્તુઓ દાતાઓના સહયોગથી મેળવીને એક બાપ પોતાની દીકરીને સાસરે વળાવે તે પ્રકારે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા અને અન્ય ટ્રસ્ટીગણ તથા સેવાભાવિશ્રીઓએ દિકરીઓને વિદાય આપી હતી.
સાથે સાજન-મહાજન ના ઘટાદાર આંબા નીચે મંડપમાં લગ્ન ગીત જેવાકે
કોયલ બેઠી આંબલીની ડાળ, મારો મોરલીયો બેઠોરે ગઢને કાંગરે માણારાજ,
લગ્ન ગીત-ફટાણાં ગાઈને જમાવટ કરી સ્વાગત-સન્માન કરી દરેક જાનને વળાવવામાં આવી હતી.
સંસ્થાના પ્રમુખશ્રીએ સ્ત્રીભૃણ હત્યા નહીં કરવાનો સંકલ્પ પણ નવદંપતીને લેવડાવ્યો હતો.
સાથે લાઈફ બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પણ કરવામાં આવેલ હતું જેમાં ૮૧૦૦ સીસી રકત એકત્રિત કરાયું હતું.
આ સંસ્થાએ માનવીય સેવાકીય ક્ષેત્રમાં ખૂબ જ સારી નામનાની કમાઈ કરી છે, જે આજે માનવસેવા નો પર્યાય એટલે સત્યમ સેવા યુવક મંડળ ગણાય છે. આ સંસ્થાને આજે ૪૨ વર્ષ થયા છે અત્યાર સુધીમાં ૨૦૦૦ જેટલી દીકરીઓને કરિયાવર આપી અને સાસરે વળાવેલ છે. આ સંસ્થા સમૂહ લગ્ન ઉપરાંત ATM ( એની ટાઇમ મેરેજ ) મેરેજ પણ યોજે છે.
આ સંસ્થાના નેજા હેઠળ જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ ગુજરાત-મુંબઈ અને વિદેશમાંથી પણ દાતાઓ દાનની સરવાણી વહાવે છે જે આ સંસ્થા પ્રત્યેનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે.
આ લગ્ન પ્રસંગમાં પિતા વિહોણી બે દીકરીઓના કન્યાદાન લંડન નિવાસી સજોડે નિશાબેન કુંદનભાઈ શાહ તેમજ આ જ સંસ્થાના સેવાભાવીશ્રી જ્યોત્સનાબેન ચંપકભાઈ જેઠવા એ સોનાની ચુક અને બુટ્ટી કન્યાદાનમાં આપી અને પુણ્યનું કાર્ય કર્યું હતું,


આ પ્રસંગમાં દીકરીઓને આશીર્વાદ આપવા અર્થે જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, દીપકભાઈ ચોક્સી, રમણીકભાઈ રાણીંગા, તારાબેન વૈઠા, વિજયભાઈ દોમડીયા, પ્રવિણાબેન ચોક્સી, કિરીટભાઈ રાણીગા, પી ડી ગઢવી, લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, જેન્તીભાઈ વઘાસિયા, ગીરીશભાઈ કોટેચા, ભીખાભાઈ જોશી , ચંદ્રિકાબેન જોષી, ભરતભાઈ લાખાણી, વિજયભાઈ મશરૂ, નાગભાઈ વાળા, પી બી ઉનડકટ, પરાગભાઈ કોઠારી, કે ડી પંડ્યા, હસુભાઈ જોશી, નરેન્દ્રભાઈ દવે, નયનભાઈ ભોગાયતા, દાદુભાઇ કનારા, રાજેશભાઈ લાલચેતા કાળુભાઈ સુખવાણી, મુકેશભાઈ રાજપરા, અશોકભાઈ વઘાસિયા, ડો.ભરતભાઈ ઝાલાવાડીયા, યોગીભાઈ પઢીયાર, વિજયભાઈ કિકાણી, રમેશભાઈ બાવળીયા, જીતુભાઈ પંડ્યા, નલીનભાઈ આચાર્ય, આશિષભાઈ રાવલ, મેહુલભાઈ ઉપાધ્યાય, જોશી બાપા, જ્યોતિબેન કેશવાલા, ગીતાબેન પરમાર, મધુબેન કણસાગરા, રૂપલબેન લખલાણી, નીમાબેન પરસાણીયા, પુષ્પાબેન પરમાર, લીનાબેન રાજરાણી, લાભુબેન ગોંડલીયા, ચેતનાબેન મિશ્રાની, પ્રવિણાબેન વાઘેલા, સાબીરાપીર શેખ, મીનાબેન સુખડિયા, રીટાબેન ચાવડા, મીનાબેન દુસારા, રમાબેન ચુડાસમા, વર્ષાબેન બોરીચાંગર, રામમનોહરદાસ બાપુ, હરીશભાઈ મણિયાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા,


આ લગ્ન પૂર્ણપણે ધામધૂમથી ઉજવાય તે માટે સત્યમ સેવા યુવક મંડળ ના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા અને તેની પૂરી ટીમ છેલ્લા બે માસથી તડામાર તૈયારી કરી રહ્યા હતા સાથે અરવિંદભાઈ મારડિયા, દેવીદાસભાઈ નેણસાણી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોઢીયા, બટુક બાપુ, મહેન્દ્રભાઈ વાઘેલા, કે કે ગોસાઈ, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા, રાજેન્દ્રભાઈ ચુડાસમા, મનોજભાઈ રાજા, મનહરસિંહ ઝાલા, મુકેશભાઈ પાંડવ મુકેશગીરી મેઘનાથી, પરેશભાઈ બાંટવીયા, મૂળુભાઈ જોગલ, કે એસ પરમાર, અનિલભાઈ ટીલવાણી, ખીમજીભાઇ ડાભી, જલ્પેશભાઇ બુંદેલા, કિશોરભાઈ ચોટલીયા, દયાબેન માણેક, જયાબેન પરમાર, સરોજબેન જોશી, રમાબેન બેસ, મનોજભાઈ સાવલિયા વિગેરે એ ખંભે ખંભા મિલાવીને આ સમૂહ લગ્નની સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)