જૂનાગઢ શ્રી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની નાની નાની ગલીઓમાં મોટી એમ્બ્યુલન્સ જઈ ના શકે તે હેતુસર યુવક મંડળ ને દાતાશ્રી સ્વર્ગસ્થ રમાબેન કારિયા ના સ્મરણાર્થે આશાબેન નથવાણી અને દક્ષાબેન નથવાણી દ્વારા દર્દીઓની ચિંતા કરી ઇલેક્ટ્રીક એમ્બ્યુલન્સ ની દર્દીઓ માટે સુવિધા કરવામાં આવેલ છે. જૂનાગઢના જરૂરિયાતમંદ દર્દીઓને જણાવવાનું કે કોઈપણ દર્દીને તાત્કાલિક કે જે વિસ્તારની નાની ગલીઓમાં મોટી એમ્બ્યુલન્સ આવી શકતી ના હોય એવા વિસ્તારોમાં કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને એમ્બ્યુલન્સની જરૂર પડે તો આ નંબર ઉપર સંપર્ક કરવો : શ્રી મનસુખભાઇ વાજા 9925142088/ શ્રી લલીતભાઈ દોશી 9316508520/ શ્રીઅરવિંદભાઈ મારડિયા 9925511943 /અલ્પેશભાઈ પરમાર 9427242771 /પરેશભાઈ 9824874436 તેમ એક યાદી માં જણાવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)