સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર ને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” ૨૦ સપ્ટેમ્બરે થશે રિલીઝ

ભાવનગર

દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ , હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલ માં થયેલા કોલકત્તામાં મહિલા તબીબ ને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી . સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલા ની કહાની આટલે ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” .

ફિલ્મ “પ્રતિકાર” માં મુખ્ય ભૂમિકા મમતા સોની દ્વારા કરવામાં આવી છે કે જે એક NGO ચલાવે છે અને સમાજમાં ચલતા દુષણો સામે લડતા તેઓને કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું છે .

આ ફિલ્મનું મુખ્ય ભાગનું શૂટિંગ રાજપીપળા આસપાસ કરવામાં આવ્યું છે ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાંબુચા તૃપ્તિ જાંબુચાએ ફિલ્મને બે ભાગ બનાવી છે , પેહલો ભાગ ૨૦મી સ્ટેમ્બરના રિલીઝ થશે જ્યારે બીજો ભાગ દિવાળી બાદ રિલીઝ કરવામાં આવશે .
મમતા સોની સાથે અદી ઈરાની , પ્રકાશ મંડોલા , ભાવેશ નાયક જુનિયર દિલીપકુમાર સહિત અન્ય કલાકારો ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર ધર્મીન પટેલ છે , ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે જ્યારે મયુર ચૌહાણ , અરવિંદ વેગડા દ્વારા ફિલ્મના ગીતો ગવાયા છે .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)