સમૂહ લગ્નમાં પૈસા લઈને નાસેલો આરોપી પેરોલ ફરલૉ સ્કોડની ઝડપી કાર્યવાહીથી ઝડપાયો.

જૂનાગઢના વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઈ ગામની જાણકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના નામે સમૂહ લગ્નમાં ભાગ લેવડાવવાના બહાને લોકો પાસેથી રકમ લીધી બાદમાં નાસી ગયેલ આરોપીને પેરોલ ફરલૉ સ્કોડ દ્વારા ઝડપ કરવામાં આવી છે.

આ આરોપી વિસાવદર તથા મેંદરડા પોલીસ સ્ટેશનમાં 420 અને 406 જેવા ગંભીર IPC કલમો હેઠળ શોધાઈ રહ્યો હતો. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલૉ સ્કોડની ટીમે આરોપી ભરતભાઇ ઉશદળીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ગામથી ઝડપી લીધો હતો.

આપેલા બાતમીઓ આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ PI જે.જે. પટેલ અને પો.સબ ઇન્સ. ડી.કે. ઝાલાની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે કામગીરી ચલાવી હતી. આરોપી અગાઉ વિવિધ પીડિતો પાસેથી સમૂહ લગ્નમાં જોડાવાની લાલચ આપી પૈસા પડાવતો હતો.

ભરતભાઇ ઉપર વિસાવદર તથા મેંદરડા પો.સ્ટેમાં નોંધાયેલા કેસોમાં લાંબા સમયથી નાસતો ફરતો હતો. આખરે ઝડપાયાની કબુલાત આપતા પોલીસે તેને કાયદેસર રીતે પકડી વિસાવદર પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ સ્કોડની ટીમે સંયુક્ત રીતે નોંધપાત્ર કામગીરી કરી છે. જેમાં ASI ઉમેશચંદ્ર વેગડા, ASI નિકુલ પટેલ, પો.હેડકોન્સ. જીતેશ મારૂ, પો.કોન્સ. દિનેશ છૈયા, રાજદિપસિંહ વાઘેલા, દિવ્યેશ ડાભી, સેજલબેન ગળચર, પંકજ મઢવી તથા દેવભૂમિ દ્વારકા બ્રાન્ચના સ્ટાફે પણ સહકાર આપ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ