સમૃદ્ધ ગુજરાતમાં 76 લાખ કુટુંબ મફત અનાજ પર નિર્ભર: ગરીબી હટાવાના દાવા ફેલ!!

ગુજરાતને સમૃદ્ધ અને વિકસિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, અને ગુજરાત મોડેલને દેશના અન્ય રાજ્યો માટે ઉદાહરણ ગણાવવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે, રાજ્યમાં ગરીબી alarming સ્તરે પહોંચી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા જ જાહેર કરાયેલા આંકડા મુજબ 76 લાખ કુટુંબ મફત અનાજ મેળવવા મજબૂર છે.

ગરીબી વધતી જાય છે, યોજના માત્ર દાવા બની

📌 છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 1359 ગરીબ કુટુંબ વધ્યાં
📌 સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબીઓની સંખ્યા સૌથી વધુ
📌 3.72 કરોડ લોકો મફત અનાજ વિતરણ યોજનાનો લાભ લઈ રહ્યાં છે

રાજ્ય સરકાર ગરીબી દુર કરવાની જગ્યાએ મફત અનાજ વિતરણને સિદ્ધિ ગણાવી રહી છે, જ્યારે હકીકત એ છે કે અડધા ગુજરાતને મફત અનાજના ટેકા વગર જીવી શકાતું નથી.

સરકારી દાવાઓ અને ગરીબીની વાસ્તવિકતા

રાજ્ય સરકારે વર્ષ 2024માં 21.91 લાખ ટન મફત અનાજ વહેચ્યું, જેની કિંમત 7529 કરોડ રૂપિયા હતી.
પરંતુ આખો મુદ્દો એ છે કે, સરકાર ગરીબી દૂર કરવા પર ધ્યાન આપતી નથી, માત્ર મફત અનાજ આપીને સંખ્યા વધતી જાય છે.

💡 આર્થિક પ્રગતિના દાવા વચ્ચે હકીકત એ છે કે, ગુજરાતમાં દરરોજ શહેરોમાં 32 રૂપિયા અને ગામડાઓમાં 26 રૂપિયા વાપરી શકે તેવી પણ સ્થિતિ રહી નથી.