સરકારશ્રી દ્વારા જૂનાગઢમાં સમાવેશ થયેલ મિલકતનુ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના અમલમાં આવ્યું

જૂનાગઢ
સરકારશ્રી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર માં સમાવેશ થયેલ ખામધ્રોળ, ટીંબાવાડી, ઝાંઝરડા, જોષીપુરા, ભવનાથ, ચોબારી, દોલતપરા, સાબલપુર, સગરવાડા ગામની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના અમલમાં છે.

જૂનાગઢ જિલ્લામાં આ કામગીરી ખાનગી એજન્સી વાપકોસ કંપની લી. દ્વારા થાય છે.એજન્સી દ્વારા ૬૩૯૩૭ જેટલી મિલકતોની માપણી પૂર્ણ કરી, મિલકતનાં આધાર પુરાવા મેળવવા નમુના-૨ ની નોટીસ બજવણીની કામગીરી પૂર્ણ થયેલ હોવા છતી પુરતી જાગૃતીના અભાવે માટા ભાગના મિલકત ધારકોએ મિલકતના આધાર પુરાવા રજુ કરેલ નથી. અને માત્ર ૪૨૬૯૭ જેટલી મિલકતનાં આધાર પુરાવા રજુ થયેલ છે.

જેથી ઉક્ત તમામ ગામોની જાહેર જનતાને અનુરોધ છે કે, મિલકતનાં માલિકીના પુરાવા તરીકે મંજુર થયેલ બિન ખેતી હુરમ, લે આઉટ પ્લાન, સબ પ્લોટિંગ, એકત્રીકરણ પ્લાન, રજીસ્ટર્ડ, બક્ષીસ/વીલ/વેચાણ દસ્તાવેજ, સક્ષમ સત્તાધિકારીનાં હુકમ, લે.રે.કો. અંતર્ગત કબૂલાત કે સનદ, કબજા પાવતી, કબજા મેળવ્યાની રીત, ભાડા પેટે કે શરતી વેંચાણ, એલોટમેન્ટ લોટર સર્ટિફિકેટ, કાયદાકીય આધારો ઉપરાંત એજન્સી દ્વારા આપવામાં આવેલ નમુનાં નં-૨ ની નોટીસમાં દર્શાવેલ પુરાવાની સ્વ પ્રમાણિત નકલ એજન્સીને પુરી પાડવા જણાવવામાં આવે છે.

મિલકતના પુરાવા ૧) વાપકોસ એજન્સી.લી. પટેલ સમાજની સામે, પાણીના ટાંકા પાસે. તિરૂમાલા કોમ્પલેક્ષની સામે. ટીંબાવાડી,જૂનાગઢ (૨) વાપકોસ એજન્સી.લી. ગ્રાઉન્ડ ફ્લોર, જુની આયુર્વેદીક કોલેજ બિલ્ડીંગ, સરદારબાગ, જૂનાગઢ એજન્સીની ઓફીસમાં રજુ કરી દેવા જણાવ્યું છે .

 

અહેવાલ- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)