સરદાર કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કર્યું શાનદાર પ્રદર્શન

સરદાર કૃષિ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓએ ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવમાં શાનદાર પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. જુનાગઢ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં કુલ 15 યુનિવર્સિટીઓના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.યુનિવર્સિટીની ટીમે ક્રિકેટ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં પ્રથમ સ્થાન અને વોલીબોલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે.

આ સિદ્ધિ માટે કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણે તમામ ખેલાડીઓ અને વિદ્યાર્થી કલ્યાણ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.આ મહોત્સવમાં સરદાર કૃષિ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા બદલ વિદ્યાર્થી કલ્યાણ વિભાગના નિયામકશ્રી અને તેમની ટીમે અથાક મહેનત અને સમર્પણ સાથે સફળતા મેળવી હતી.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)