સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા. (સ્પીપા) રાજકોટ દવારા જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ અંગેના તાલીમ વર્ગ યોજાયા.

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા. (સ્પીપા) રાજકોટ દવારા જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે જુનાગઢ સેવા સદનના તમામ જાહેર માહિતી અધિકારી તથા મદદનીશ જાહેર માહિતી અઘીકારીઓ તથા આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ની કામગીરી સાથે સંકળાયેલા અન્ય અધિકારી/કર્મચારીઓ માટે પંડિત દીનદયાળ ઉપાઘ્યાય સભાખંડમાં આજ રોજ તા.૧૮/૦૧/૨૦૨૫ શનિવારના રોજ સવારના ૮:૦૦ થી બપોરના ૧:૨૫ સુઘી આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ અંગેના તાલીમ વર્ગ યોજાયા હતા.આ આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ અંગેના તાલીમ વર્ગનો પ્રારંભ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહાનુભવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં સ્વાગત પ્રવચન આસિ.કમિશનર(વ)શ્રી જયેશભાઈ પી. વાજા દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ પ્રાસંગિક ઉદબોધન નાયબ કમિશનરશ્રી અજય એસ.ઝાંપડા દ્વારા કરવામાં આવ્યું હતું.


જેમાં અરજદારશ્રીઓ દ્વારા માંગવામાં આવેલ માહિતીનો કાયદાકિય કલમ અનુસારનો પ્રત્યુતર પાઠવવો અને માંગ્યા અનુસારની માહિતી પ્રદાન કરવા માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા. (સ્પીપા)ના શ્રી ડૉ.કે.કે.વૈષ્ણવ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નાયબ કમિશનરશ્રી ડી.જે.જાડેજા તથા જુનાગઢ મહાનગરપાલિકાના તમામ જાહેર માહિતી અધિકારી તથા મદદનીશ જાહેર માહિતી અઘીકારીઓ તથા આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ની કામગીરી સાથે સંકળાયેલા અન્ય અધિકારી/કર્મચારીઓ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા. (સ્પીપા)ના ડે.સેક્શન ઓફિસરશ્રી વિજયભાઈ ગધાદ્રા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે આર.ટી.આઈ.એકટ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે મદદનીશ જાહેર માહિતી અધિકારીઓના પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવવા ડૉ.કે.કે.વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ આ આર.ટી.આઈ.એકટ-૨૦૦૫ અંગેના તાલીમ વર્ગ કાર્યક્રમમાં આભારવિધિ કાર્યપાલક ઈજનેર(વો.વ)શ્રી અલ્પેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એકાઉન્ટન્ટશ્રી ભાવેશભાઈ વૈષ્ણવ તથા આયોજન લીગલ ઓફિસરશ્રી હિતેશભાઈ કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)