જૂનાગઢ
ભારત સરકારના સહકાર મંત્રાલયના “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સહકારી મંડળીઓના કર્મચારીઓ અને સભાસદોના મધ્યસ્થ સહકારી બેંકમાં ખાતા ખોલાવવા બાબતનું એક સંમેલન જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજવામાં આવનાર છે.
તા.૨૯ જુલાઈ, ૨૦૨૪ને સોમવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વિસાવદર એ.પી.એમ.સી. ખાતે, સાંજે ૦૪.૦૦ કલાકે મેંદરડા એપીએમસી તેમજ તા.૩૦ જુલાઈ, ૨૦૨૪ને મંગળવારના રોજ વંથલી બપોરે ૧૨.૦૦ કલાકે એ.પી.એમ.સી. ખાતે, બપોરે ૦૩.૦૦ કલાકે માણાવદર એ.પી.એમ.સી. ખાતે કાર્યક્રમ યોજાશે.
ઓગસ્ટ-૨૦૨૪ની તા.૦૨ ઓગસ્ટને શુક્રવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે કેશોદ એ.પી.એમ.સી. ખાતે, સાંજે ૦૪.૦૦ કલાકે માંગરોળ એ.પી.એમ.સી. તેમજ તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ને સોમવારના રોજ માળિયા હાટિના એ.પી.એમ.સી. ખાતે બપોરે ૧૨.૦૦ કલાકે સંમેલન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમોમાં સંલગ્ન તમામ સહકારી મંડળીઓના કર્મચારીઓ અને સભાસદોને હાજર રહેવા, જૂનાગઢ જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારશ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)