સાંસદ ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાત અંગેનું ટ્વીટ કર્યું: ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી.

બનાસકાંઠા

બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં રાજકારણના તમામ મુદ્દાઓને લઈને રાહુલ ગાંધી સાથે વિસ્તૃત ચર્ચા કરી હોવાનું ટ્વીટ કર્યું છે.

ગેનીબેન ઠાકોરે કરેલા ટ્વિટ મુજબ તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી સાથે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી જે બાદ રાહુલ ગાંધીએ એક જૂથ થઈ લોકોના વચ્ચે જઈ અને લોકોની સમસ્યાઓ સાંભળવા માટે જણાવ્યું હતું સાથે જ રાહુલ ગાંધીએ લોકોની સમસ્યાઓ સાંભળી તેમને મદદ કરવાની પણ સલાહ આપી હોવાનું ગેનીબેન ઠાકોરનું કહેવું છે.

નોધનીય છે કે રાહુલ ગાંધી સાથે આ મુલાકાત ગેનીબેન ઠાકોરની મહત્વની મુલાકાત ગણાય છે અને આ જ મુલાકાતમાં ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પણ રાહુલ ગાંધી સાથે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે ગેનીબેન ઠાકોર ગુજરાતના મુદ્દાઓ પર લોકસભામાં પોતાની વાત મૂકી રહ્યા છે તેવામાં રાહુલ ગાંધી સાથેની આમ મુલાકાત ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.

ગેનીબેન ઠાકોરે લોકસભામાં મુકેલા મુદ્દાઓ: આ અગાઉ સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના પ્રશ્નોના નિરાકરણ માટે પણ અવાજ ઉઠાવ્યો છે તેમજ ચાંદીપુરા વાયરસ ને ફેલાતો અટકાવવા માટે ગેનીબેન ઠાકોરે યોગ્ય કાર્ય કરવા માટે લોકસભામાં વાત કરી ચૂક્યા છે જે બાદ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની પણ વાત ગેનીબેન ઠાકોરે લોકસભામાં મૂકી છે સાથે ગૌવંશ બચાવવા માટે કાયદો ઘડવાની વાત પણ કરી છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો