ગિર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા પ્રોહીબીશનના ગુનાના કેસમાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો આરોપી, શિવશક્તિ બારનો માલિક, દિવ ખાતેથી ઝડપાઈ ગયો છે.
જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાની સુચના અને દિશા હેઠળ, વર્ષ 2018થી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હામાં નાસતો ફરતો આરોપી ને પકડી પાડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું.
આરોપી વિશે માહિતી:
- નામ: પ્રકાશભાઇ ચીનાભાઇ ઉર્ફે બાબુભાઇ બામણીયા કોળી
- ઉંમર: 45 વર્ષ
- વ્યવસાય: બિયર બાર (શિવશક્તિ બાર),
- રહેણાક: દગાચી, દિવ
- ગુન્હો: પ્રોહીબીશન ગુ. ર. નં. 84/2018 – કલમ 65(ઈ), 81, 98(2), 99 મુજબ
પોલીસની કામગીરી:
એલ.સી.બી.ના ઇંચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI એ.સી. સિંધવ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. હ્યુમન સોર્સીસ દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીને દિવ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ટીમમાં સામેલ સ્ટાફ:
- PI એ.બી. જાડેજા
- PSI એ.સી. સિંધવ
- પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, રાજુભાઇ ગઢીયા
- પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ
- પેરોલ ફર્લો સ્કોડના ASI સુભાષભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી અને પો.કોન્સ. રવિરાજસિંહ બારડ
અંતે:
સાત વર્ષથી ગુનો કરીને પલાયન કરનાર આરોપીને દબોચી પોલીસ દ્રારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કામગીરી એલ.સી.બી.ની દૃઢતા અને સતત મિનતનની દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાય છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ