સાબરકાંઠા
સાબરકાંઠાના પોશીના તાલુકા પંચાયત ખાતે એક જાગૃત નાગરિક દ્વારા પોશીના તાલુકા વિસ્તારમાં સરકારના વિવિધ વિકાસના કરેલ કામોની ૨,૫૦,૦૦૦/- ડિપોઝિટ જમા કરેલ હતી. જે રકમ પરત આપવા ફરિયાદીએ માગણી કરતા ₹/- ૩૧,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ન હતા. નાણાં માગનાર આરોપી પૈકી (૧) કીર્તિકુમાર રાજેશભાઈ, અધિક મદનીશ ઇજનેર, (વર્ગ -૩) નોકરી – તાલુકા પંચાયત, પોશીના તથા (૨).જીગરકુમાર નટવરભાઈ પટેલ, (કરાર આધારિત) ટેકનિકલ આસિસ્ટન્ટ, તાલુકા પંચાયત કચેરી પોશીના ખાતે ફરજ બજાવે છે. ફરિયાદી સદર લાંચની રકમ આપવા માંગતા ન હોવાના કારણે ફરિયાદી દ્વારા બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરિમયાન આ કામના આરોપી નંબર – ૨ નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ ૩૧,૦૦૦/- સ્વીકારી બને આરોપીઓ રંગે હાથે એ.સી.બી.ના ગોઠવેલ છટકામાં આબાદ ઝડપાઇ ગયા હતા.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)