સાબરકાંઠાના વડાલી ખાતે આવેલ મોરડ પાસે કૂબાધરોલ તરફ જતા વાંઘાના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં બાઇક પર સવાર બે વ્યક્તિ તણાયા.

સાબરકાંઠા

સાબરકાંઠાના વડાલી ખાતે આવેલ મોરડ પાસે કૂબાધરોલ તરફ જતા વાંઘાના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં બાઇક પર સવાર બે વ્યક્તિ તણાયા હતા.બે બાઇક સવાર પૈકી એક વણકર દીપકભાઈ. ખેમાભાઇ સહી સલામત બહાર નીકળી ગયો.જ્યારે એક બાઇક સવાર તણાયો હતો. તણાયેલ વ્યક્તિની શોધખોળ ઇડર, વડાલી તથા હિંમતનગર નગરપાલિકાની રેસ્ક્યું ટીમ દ્વાર હાથ ધરાઇ હતી. ઘટની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા બે દિવસ પહેલા પડેલ વરસાદના કારણે વાંધામાં વરસાદી પાણીનો ભરાવો થતાં વરસાદી પાણી કોઝ વે પરથી પસાર થતું હતું. બાઇક ચાલક કોજ વે પરથી પસાર થતા વરસાદી પાણીના પ્રવાહમાં બાઇક સાથે બંને તણાયા હતા.

રેસક્યું ટીમ દ્વારા ઘટના સ્થળે જઈ બાઇકને બહાર કાઢી બાકીના એક બાઇક સવારની શોધખોળ શરૂ કરતા બીજા દિવસની બપોરના સમયે રેસ્કયું ટીમ દ્વારા તેની લાશને બહાર કઢાઇ હતી..મૃતક નટુભાઈ સરદારભાઈ ઠાકોર ઉંમર આશરે ૪૫ વર્ષની હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)