સાબરકાંઠા
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ તથા પરંપરાના રક્ષણ અને સંવર્ધન માટે વર્ષ 1964 માં મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સર સંઘ સંચાલક પૂ. ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ તથા જૈન વગેરે ભારતીય પરંપરાઓના ઉચ્ચ સંતો તથા પદ્મશ્રી કે.કા. શાસ્ત્રી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરાઈ હતી.
આજ દિન સુધીમાં અનેક સફળ આંદોલનો તથા જનજાગરણ થકી શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ, લેન્ડ જેહાદ વિરુદ્ધ કાયદા માટે, ગૌ રક્ષા માટે કાયદા, ધર્મ અટકાવવા, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કર્યા છે. આજે પણ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિશ્વ હિન્દુ પરિષદ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે. આ વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થવાને આરે આ કાર્યક્રમનું આયોજન ખેડબ્રહ્મા જીલ્લા દ્વારા તારીખ 31- 8- 2024 ને શનિવારના રોજ બપોરે 1:00 કલાકે ખેડબ્રહ્મા કાશી વિશ્વનાથ મહાદેવના હોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ત્રણ વાર ઓમકારના ઉચ્ચારણ કરી મહેમાનોનું દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું પુષ્પ તથા સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું. એ પછી કન્યા પૂજન કરાયું તથા પરેશભાઈ સોલંકીએ પરિષદની માહિતી આપી એ પછી કાર્યક્રમના મુખ્ય વક્તા જયંતીભાઈ ગામેતીએ વિષયોચીત ઉદબોદન કર્યું. સાથે સાથે તાજેતરમાં સરકાર દ્વારા તૂટી રહેલા મંદિરોને બચાવવા માટેની યોજના બનાવાઈ.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રાંત ધર્મ પ્રસાર પ્રમુખ જયન્તીભાઈ ગામેતી, મુખ્ય અતિથિ રાજુભાઈ આર. અગ્રવાલ રોશની મોલ વાળા, અતિથિ વિશેષ નાથાભાઈ ગોવાભાઈ ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ, ખેડબ્રહ્મા (સાબરકાંઠા)