સાબલી જળ સંપત્તિ યોજનામા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા વધામણાં કર્યા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલ સાબલી નદી પર સાબલી જળ સંપત્તિ યોજના તા: ૨૮ સપ્ટે. ૨૦૨૪ના રોજ વહેલી સવારે તેની મહત્તમ સપાટી એટલે કે ૧૦૦% ડેમ ભરાયેલ છે આ યોજનાથી ખોરાસા, મધરવાડા, બડોદર, અગતરાઈને કેનાલ મારફતે સિંચાઈનો લાભ મળશે તેમજ ચિત્રી અને સાંગરસોલાને પણ આ ડેમમાં પાણી ભરાવાના લીધે મહત્તમ લાભ મળશે. ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા સેક્શન ઓફિસરશ્રી એમ.સી.સોંદરવા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.જે.વઘાસીયા તથા ડેમના સ્ટાફ દ્વારા પૂર્ણ સપાટીએ ભરાતા વધામણા કરેલ છે. હાલ ડેમમાં ૧ દરવાજો 0.30 મી. ખુલ્લો છે.

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)