ગુજરાત
સામાજીક એકતા જાગૃતિ મિશન” ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક સર્કિટ હાઉસ ગાંધીનગર મુકામે યોજાઈ હતી. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક અને સુપ્રિમ કોર્ટ બાર એસોશિયેશન ના સદસ્ય શ્રી કેવલસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ કારોબારી સમિતિ ની બેઠક માં સમગ્ર ગુજરાત ના સર્વ સમાજ ના તમામ આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે શ્રી દિલીપ ગોહિલ, એડવોકેટ કિર્તીરાજ પંડયા, શ્રી હરદાસ વાળા, એડવોકેટ સપના તંવર, શ્રી જીતેન્દ્ર રાણા સહિત ના સર્વ સમાજ ના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓએ વર્ષ 2024/25 ની નવી કારોબારી સમિતિ ના સદસ્ય તરીકે નિમણુંક થયા બદલ પોતાની જવાબદારી ને રાષ્ટ્ર હિત માં નિષ્ઠા પુર્વક નિભાવવા બાબતે ના શપથ લીધા હતા. સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સહસંયોજક શ્રી ચિરાગ પરીખ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓને સંગઠન ની કાર્યપ્રણાલી વિશે સમજ આપવામાં આવેલ તેમજ નેતૃત્વ નિર્માણ માટે ની તાલીમ આપવામાં આવેલ.
રાષ્ટ્રીય સમિતિ ના પદાધિકારી ડોકટર તરૂણકુમાર અહિરવાર તથા એડવોકેટ ધનવંતી જાદવ તેમજ શ્રી અરવિંદ વાધેલા દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓને સર્વ સમાજ ના કલ્યાણ તેમજ રાષ્ટ્ર ના નિર્માણ માટે કામ કરવાની પ્રેરણા આપવામાં આવેલ.રાષ્ટ્રીય સંયોજકશ્રી દ્વારા ગુજરાત રાજ્ય માં શ્રેષ્ઠ કાર્યકર્તા તરીકે કામ કરવા બદલ બનાસકાંઠા જીલ્લા ના પદાધિકારી શ્રી વિક્રમ સોલંકી તથા રાજકોટ જીલ્લા ના પદાધિકારી શ્રી ભુપતસિંહ રાઠોડ ને જાહેર માં બિરદાવી અને સમ્માનિત કરવામાં આવેલ.
આગામી સમય માં ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા, સર્વ સમાજ ના લોકો માં ભાઈચારો કેળવવા, સાચા અર્થ માં કાયદા નું શાસન સ્થાપિત કરવા, આઉટસોર્સ અને કરાર આધારીત નોકરી કરતા કર્મચારીઓને કાયમી કરાવવા તેમજ લઘુતમ વેતન ચુકવવા વિગેરે બાબતે પ્રશાસન અને સરકાર સમક્ષ રજુઆત કરવા ઠરાવવામાં આવ્યું.
ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક માં ઉપસ્થિત તમામ મહેમાનો નું સ્વાગત ગુજરાત પ્રદેશ ના મહાસચિવ શ્રી વિપુલ બોરીચા તેમજ શ્રી વિમલ સોલંકી દ્વારા કરવામાં આવેલ.
ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક નું સુંદર સંચાલન પ્રદેશ ના સહપ્રભારી એડવોકેટ પારૂલ પરમાર અને પ્રદેશ ના ઉપાધ્યક્ષ શ્રી સંજય ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતુ.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)