પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર “કિંગ ઓફ સાળંગપુર” ખાતે પવિત્ર એકાદશી, તા. ૬ જુલાઈ ૨૦૨૫ રવિવારના રોજ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે **પુજારી સ્વામી (અથાણાવાળા)**ના આશીર્વાદ સાથે અને યુવા મંચ ખાંભડા, ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, મિશન ગ્રીન બોટાદ, તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ જેવા સંગઠનોના સહયોગથી હરિયાળી અભિયાનને આગળ ધપાવાયું.
🌳 વટવૃક્ષ, પિપળો અને ઉમરાં જેવા ઓક્સિજન આપતા મહત્વપૂર્ણ વૃક્ષોનું વાવેતર સાળંગપુર મંદિરના પરિસરમાં કરાયું હતું.
📢 કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા “એક પેડ – મા કે નામ” અભિયાનને સમર્પિત સંદેશ આપતો સાહિત્ય વિતરણ કરવામાં આવ્યો અને “ગ્રીન સાળંગપુર – ક્લીન સાળંગપુર” ની સકારાત્મક જાગૃતિ ઉભી કરવાની અપીલ પણ કરવામાં આવી.
આ કાર્યક્રમનો હેતુ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનું ઉછેર અને જતન વિશે પણ સતર્કતા અને જવાબદારીનો સંદેશ આપવા રાખવામાં આવ્યો હતો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ