સાવરકુંડલા
સાવરકુંડલાની ધરતી પર ભીડ જોઈ એક નાદાન વ્યક્તિ પૂછે છે, કે એટલી બધી ભીડ સેના માટે છે? ત્યાં ઉભેલો એક દાદાબાપુનો મુરીદ જવાબ આપે છે કે બધા દાદાબાપુ માટે આવ્યા છે. પેલો નાદાન વ્યક્તિ જવાબ સાંભળી બોલી ઉઠે કે ઓહ, દાદાબાપુ માટે તો હંમેશા ભીડ હોય જ હો, ક્યાં છે બાપુ આજે પણ પેલી શણગારેલી ગાડીમાં જ આવશે ને? ક્યાં છે ઈ ગાડી નથી દેખાતી ?
મુરીદ એ નાદાન વ્યક્તિને સમજાવે છે કે….
આજે સાવરકુંડલામાં ભેગા થયેલા આ લોકો સરકાર દાદાબાપુના ચાહવા વાળા છે. આજે એમના પીરો મુરશીદ, રેહનુમા, માર્ગદર્શક અને આસ્થાની દ્રષ્ટિએ રૂહાની બાપ ને આખરી વિદાય આપવા આવ્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી અલ્લાહ પાસે દુઆ અને આજીજીમાં નિષ્ફ્ળ ગયા બાદ આજે અલ્લાહની મરજી ખુલ્લા મને સ્વીકારવા આવ્યા છે.
એમને ખબર છે કે એમનો રેહનુમા હવે આ દુનિયામાં નથી, પણ દિલ નથી માનતું એટલે રૂબરૂ જોવા આવ્યા છે.
આ મુરિદોને એ વાતની જાણ છે કે આજે સરકારની સવારી કાંઈક અલગ છે. તેમ છતાં એ પણ પેલી શણગારેલી ગાડી જોવાનુ સપનું લઈને આવ્યા છે.
મુરીદનું દિલ હજી એ વહેમમાં છે કે હમણાં ભીડની વચ્ચેથી સરકાર દાદાબાપુ પેલી શણગારેલી ગાડીમાં નુરાની હાથ લેહરાવતા નીકળશે, નુરાની બાવા સરકારના કાનમાં કાલીઘેલી ભાષામાં કાંઈક કેહશે અને પછી સરકાર હંમેશની જેમ સ્મિત કરી નુરાની બાવા માથે હાથ ફેરવશે, ત્યાં ઉભેલી ભીડ માંથી નારા બુલંદ થશે કે
દેખો દેખો કોન આયા…
દેખો દેખો કોન આયા..
સુન્નીઓ કા શેર આયા
પણ નાદાન મુરિદને કોણ સમજાવે કે આ મંઝર હવે ઈ ક્યારેય નહીં જોઈ શકે 😞.
આજે એના પીરો મુરશીદ સરકાર દાદાબાપુ પોતાના શહેર સાવરકુંડલામાં છેલ્લી સવારી કરવાના છે. જે સવારીમાં કોઈ ગાડી નહીં હોય અને ના કોઈ નુરાની હાથ લેહરાતો દેખાશે. હજારોની ભીડ છે પણ એ નારા બુલંદ કરવાની કોઈ પાસે હિંમત નથી. બસ સન્નાટો છે. સરકાર જન્નતિ લીબાશમાં જાય છે, મુરીદ સરકારને એક ઝલક જોવા તડપે છે . મનો-મન યતીમી મહેસુસ કરે છે.
સરકારનો ગુલામ ગમગીન છે પણ એનું દર્દ કોને કહે?
એને ચિંતા છે કે હવે રાહ ભટકેલા યુવાઓને વ્યસન મુક્ત કોણ કરાવશે?
ભાઇઓ વચ્ચે થયેલ જગાડનું સમાધાન કોણ કરાવશે?
શહેરમાં કોમી ઇખલાસની વાત કોણ કરશે?
કોણ એવુ સ્ટેજ આપશે જ્યાં દરેક મસલકના મુકરરીર આવિને પોતાની વાત રાખી શકે.
હજારોની ભીડ છે પણ કોઈ પાસે જવાબ નથી. બધા મનમાં જાણે છે કે 100 વર્ષે આવી વ્યક્તિ જન્મ લેંતી હોય છે કે જેનો કોઈ અન્ય વિકલ્પ ન હોય.
ભારે હૈયે સરકાર દાદાબાપુને અવ્વલ મંઝિલ છોડીને આવેલ મુરીદ આસું લૂંછી બે હાથ ઉઠાવી બસ છેલ્લે અલ્લાહ પાસે દુઆ કરે છે.
માલિક હું જાણું છું કે સરકાર જેવા રેહનુમા,રેહબર હવે અમને મળવાના નથી એટલે અમને એટલી નેક હિદાયત આપ કે એ બુજર્ગે માનવજાતની ભલાઈ માટે જે માર્ગ ચિંધ્યો એ માર્ગથી અમે ક્યારેય પણ ભટકીએ નહીં. અને દાદબાપુ જે સંસ્થાઓના પાયા નાખી ગયા એને કયામત સુધી આબાદ રાખીએ.
आप मुसाफिर नही, इस शहर की रौनक थे |
सदियों तक याद रखेंगे इन गलियों से गुजरा था कोई ||
અલવિદા સરકાર દાદા બાપુ
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)