સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ૪૦ વર્ષીય અમનારામને આંતરડા સાથે ચોંટેલી ૨ કિલ્લોની ગાંઠની સફળ ઓપરેશન કરાયું.

પાલનપુર

બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહરન તાલુકાના ૪૦ વર્ષીય અમનારામ ભીલને છેલ્લા એકાદ વર્ષથી વાયુ ગેસ ખોરાક પાંચન ના થવો વજન ઘટવું પેટમાં અતિશય દુખાવો થવો કબજિયાતની ફરિયાદો ઊભી થતાં અનેક બીમારીઓથી પીડિત હોઇ લાંબા સમય સુધી જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી હોવા છતા કોઈપણ પ્રકારનું પેટના દર્દનું નક્કર પરિણામ ના મળતા નાસી પાસ થયેલા પરિવારે પાલનપુર ખાતે આવેલી શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે તારીખ ૬ સપ્ટેમ્બરના રોજ બાડમેરથી પોતાના ભાઈ સાથે અંદાજિત ૨ વાગ્યાની આસપાસ પોતાના પ્રાઈવેટ વાહન મારફતે પાલનપુર ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતેના સર્જરી વિભાગ ખાતે લવાયા હતા.

જ્યાં ડોક્ટરોએ અગાઉના જૂના રિપોર્ટ ચેક કર્યા બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે નવીન લોહીના રિપોર્ટ તેમજ ,સીટીસ્કેન રિપોર્ટના આધારે નાના આંતરડામાં ગાંઠ હોવાનું સામે આવતા તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડતાં સર્જરી વિભાગના ડોક્ટર ડૉ. સમીર મરેડીયા દ્વારા ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવતા પરિવારે ઓપરેશન કરવાની તૈયારી બતાવી હતી. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જનરલ સર્જરી વિભાગના યુનિટ ૨ ના હેડ ડો. સમીર મરેડિયા અને ડો. અમૃત ચૌધરી, ડો. ઐમાન પાયલા તેમજ એનેસ્થેસિયા ડૉક્ટર સહિત ટીમ દ્વારા બે કલાકની ભારે જેહમત બાદ નાના આંતરડા માની બે કિલ્લો વજનની ગાંઠ દૂર કરવામાં આવતા પીડા માંથી મુક્તિ મળતા દર્દીએ હસકારો અનુભવ્યો હતો.સમગ્ર ડૉક્ટર ટીમ દ્વારા સાત દિવસની લાંબી સારવારના અંતે લાખો રૂપિયાના ખર્ચે થતી મોંઘીદાટ સારવાર જનરલ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરવામાં આવી હતી. વર્ષો જૂની બીમારી માંથી છુટકારો મળતા પરિવારે રાહત નો શ્વાસ લીધો હતો. જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કરતાં પરિવારમાં ખુશી જોવા મળી હતી..

અહેવાલ :- અયુબ પરમાર (પાલનપુર)