
સિહોર, તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫:
સિહોર પરગણા ધોધાબારા વણકર પંચાયત દ્વારા સિહોર ટાઉન હોલ ખાતે નાત તેડાં મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહંત શ્રી કલ્યાણદાસ બાપુ (રામણકા) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ ગીરધરભાઈ પડાયા, તથા પંચાયતના પ્રમુખ ડી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ૭૦૦થી વધુ ગામો થી વણકર સમાજના અગ્રણીઓ અને સભ્યોએ ઉપસ્થિત રહી સંમેલનને સાર્થક બનાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નાત અગ્રણીઓનું તિલકવિધિ અને પદગ્રહણ શપથવિધિ કરાવવામાં આવી હતી. શાંતિપૂર્ણ અને ઢંઢેરાવાળા માહોલમાં નાત પટેલ જયસિંહભાઈ પડ્યા, કોટવાળ અરજણભાઈ વી. બોરીચા, મહેતા અરવિંદભાઈ વી. સુમરા, વિષ્ણુભાઈ માવજી મારૂં, પંડિત સુરેશભાઈ સોલંકી વગેરેને પદ પર શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિપક્ષ નેતા જીતુભાઈ સોલંકી (ભાવનગર મહાનગર), ડાયાભાઈ રાઠોડ, પપ્પુભાઈ રાભડીયા (મુંબઈ), હમીરભાઈ પડાયા, મહેશભાઈ સુમરા (મુંબઈ), કે.યુ. સોઢા, બી.બી. સુમરા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચાયતના આયોજન અને એકતાના ભાવને અનુકૂળ રીતે બિરદાવતાં, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સભ્યો દ્વારા પ્રમુખ ડી.પી. રાઠોડ અને તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર