સિહોરના સંસ્કૃતિ સ્કૂલના વિધાર્થીઓએ તાલુકા કક્ષાની રમતોત્સવ સ્પર્ધાઓમાં પદકો જીતી શાળાનું નામ રોશન કર્યું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત આયોજનમાં, જિલ્લા રમતગમત અધિકારી (ભાવનગર ગ્રામ્ય)ના સંચાલન હેઠળ SGFI શાળાકીય રમતોત્સવ – 2025 અંતર્ગત સોનગઢ ખાતે તા. 05 ઓગસ્ટ 2025ના રોજ તાલુકા કક્ષાની વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધાઓમાં સિહોરની સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. વિવિધ ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં શાળાના અનેક વિધાર્થીઓએ પદકો જીત્યા છે, જે નીચે મુજબ છે:

  • ગોંડલીયા સતિષ (ધો.12 કોમર્સ): 1600 મીટર દોડ – તૃતીય સ્થાન

  • ડાભી જય (ધો.11 આર્ટ્સ): 800 મીટર દોડ – દ્વિતીય સ્થાન

  • સોલંકી ઉર્વિલ (ધો.11 આર્ટ્સ): 800 મીટર દોડ – તૃતીય સ્થાન

  • જોટાણા સિદ્ધાર્થ (ધો.11 આર્ટ્સ): ગોળાફેંક – તૃતીય સ્થાન

  • આલ હર્ષ (ધો.9/A): 100 મીટર દોડ – દ્વિતીય સ્થાન

  • કોશિયા યશ (ધો.11 કોમર્સ): 200 મીટર દોડ – તૃતીય સ્થાન

  • પડઘરીયા તિર્થ (ધો.6/A): 100 મીટર દોડ – દ્વિતીય સ્થાન

  • સોલંકી હર્ષ (ધો.11 કોમર્સ): ગોળાફેંક – પ્રથમ સ્થાન

  • મકવાણા આદર્શ (ધો.11 આર્ટ્સ): 400 મીટર દોડ – તૃતીય સ્થાન

  • ગોહિલ કુલિન (ધો.12 કોમર્સ): ચક્રફેંક – તૃતીય સ્થાન

  • ગોહિલ હર્ષદિપસિંહ (ધો.11 આર્ટ્સ): ચક્રફેંક – દ્વિતીય સ્થાન

આ તમામ વિધાર્થીઓએ પોતાની મહેનત અને પ્રતિભા દ્વારા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના સંચાલક તથા ટ્રસ્ટી શ્રી પી.કે. મોરડિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેત રાજયગુરુ, આચાર્ય સંગીતાબેન કોઠડિયા, કોર્ડિનેટર ભાવેશભાઈ કસોટિયા, તથા સુપરવાઈઝર્સ અને સમગ્ર શાળા પરિવાર તરફથી તમામ વિજ્ઞાત વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તૈયારી કરાવનાર કોચ તથા મેનેજરનું પણ શાળાએ વિશેષ આભાર વ્યક્ત કરી તેમનું પ્રોત્સાહન કર્યું હતું.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર