સુત્રાપાડાના ઘંટિયા ગામે એલ.સી.બી.ની કાર્યવાહી – ગણનાપાત્ર જુગાર કેસનો પર્દાફાશ.

જિલ્લામાં જુગાર અને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા માટે જુનાગઢ રેન્જના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન ચાલી રહ્યું છે.

તે અનુસંધાને, એલ.સી.બી. ગીર સોમનાથના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. નારણભાઇ ચાવડા અને ગોવિંદભાઇ વંશને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુત્રાપાડા પોલીસ સ્ટેશન હદના ઘંટિયા ગામે, નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી.

ટીમે તરત જ સ્થળ પર રેઇડ કરતા ૫ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા. સ્થળ પરથી રોકડ રૂ. ૧૮,૧૦૦/- અને જુગારનું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું. આરોપીઓ સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓઃ
૧. જયદીપ મેરામણભાઇ પરમાર (ઉ.વ. ૩૦), રહે. ઘંટિયા, તા. સુત્રાપાડા
૨. આશિષ નટુભાઈ દયાતર (ઉ.વ. ૨૧), રહે. ઘંટિયા, તા. સુત્રાપાડા
૩. નરેન્દ્ર ઉર્ફે નયન પુનાભાઈ દયાતર (ઉ.વ. ૩૧), રહે. ઘંટિયા, તા. સુત્રાપાડા
૪. વિરેન્દ્ર ઉર્ફે બાધાભાઈ છોટુભાઈ દયાતર (ઉ.વ. ૪૦), રહે. ઘંટિયા, તા. સુત્રાપાડા
૫. જીગર અમૃતલાલ કાનાબાર (ઉ.વ. ૨૮), રહે. પ્રાચી, તા. સુત્રાપાડા

કબ્જે કરાયેલ મુદામાલઃ

  • રોકડ: રૂ. ૧૮,૧૦૦/-

  • જુગારનું સાહિત્ય: કિંમત રૂ. ૦૦/-
    કુલ કિંમત: રૂ. ૧૮,૧૦૦/-

કાર્યમાં સહભાગી અધિકારી/કર્મચારીઃ
પો. ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ, પો. સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ, એ.એસ.આઈ. નારણભાઇ ચાવડા, નરવણસિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, ગોવિંદભાઈ વંશ તથા પો. હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા, નરેન્દ્રભાઈ પટાટ.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ