સુરતમાં ટ્રાફિક નિયમોને લઇ કડક કામગીરી માટે જાણીતું આરટીઓ વિભાગ ફરી એકવાર સક્રિય બન્યું છે. તાજેતરમાં આરટીઓના 8 ઇન્સ્પેક્ટર તથા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા ઓવરલોડેડ વાહનો સામે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી 1 મે થી 15 મે વચ્ચેની છે, જેમાં નાના મોટા મળીને કુલ 100 થી વધુ ઓવરલોડેડ વાહનોને ઝડપી લેવામાં આવ્યા હતા. નિયમ વિરુદ્ધ ચાલતી વાહન વ્યવહાર પ્રવૃત્તિઓ સામે આરટીઓએ પગલાં લેતા 27 થી વધારે વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી કરવામાં આવી.
આ આખી કામગીરીમાં કુલ મળીને ₹31 લાખથી વધુના દંડ આરટીઓ દ્વારા વસૂલવામાં આવ્યા છે. આ ડ્રાઇવનું મુખ્ય ઉદ્દેશ જાહેર માર્ગ પર વાહન વ્યવહાર સુરક્ષિત અને નિયમિત બનાવવાનો છે.
આ બાબતે આરટીઓ વિભાગે જાહેરમાં અપીલ પણ કરી છે કે વાહનચાલકો નિયમોને અનુસરે, વાહનમાં નક્કી પ્રમાણમાં જ માલ વહન કરે અને જાહેર માર્ગોના સુરક્ષિત ઉપયોગ માટે યોગદાન આપે.