આજ રોજ રાંદેર લોકેશન નિ એમબ્યુંલન્સ એક બાળક એ ઝેરી દવા પિઈ ગયો છે તેવું રાંદેર બસ સ્ટોપ પાસે નું કોલ મળેલ…તાત્કાલિક રાંદેર લોકેશન નિ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ફરજ પરના EMT સબ્બીર બેલીમ એ બાળક ને ચેક કરતા બાળક બેભાન હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી સાથે પલ્સ અને ઓક્સિજન ખૂબ જ ઓછું હતું .
તાત્કાલિક બાળકને એમ્બ્યુલન્સમાં લઈ અમદાવાદ નરોડા ખાતે બેઠેલા 108 ના સેન્ટરના ઇ.આર.સી.પી ડોક્ટર ના માર્ગદર્શન મુજબ ઓક્સિજન જરૂરી ઇન્જેક્શન આપી સારવાર ચાલુ કરી…વધુમાં સુરત 108 પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ જણાવ્યું હતું કે અમારી ટીમ પાસે થી મળતી માહિતી મુજબ કે બાળક ના પિતા મજૂરી કામ કરે છે અને રાજસ્થાન બાસવાળા ના રહેવાસી છે સુરત ખાતે કડિયા કામ કરે છે અને ઉતરાયણ પર્વ આવે છે ત્યારે દોરી પતંગ નું કામ શરૂ કરવાના હોય અને પતંગ નિ દોરી માં કલર સાથે નાખવામાં આવતું કેમિકલ બાળક પીઇ ગયેલ હતું તાત્કાલિક પહેલા રાંદેર હેલ્થ સેન્ટર રીક્ષા માં લઇ ગયેલ પણ ત્યાં થી તેમને સારવાર ના મળી સિવિલ જવા માટે કીધું પછી ૧૦૮ ની મદદ માંગી૧૦૮ ની તાત્કાલિક સારવાર મળી જતા આજ રોજ બાળક નિ જીવ બચી ગયું છે..
EMT શબ્બીર એ જણાવ્યું કે બાળક ના માતા પિતા ખૂબ જ ચિંતા માં હતા અને રડતા હતા પણ ૧૦૮ એમબ્યુલન્સ માં મળેલ સારવાર થી સિવિલ પહોંચતાં બાળક નિ તબિયત માં સુધારો જોવા મળેલ અને સિવિલ પહોંચતાં બાળક એ આંખ પણ ખોલી હતી જેથી પરિવાર નિ ચિંતા ઓછી થઈ હતી..અને પરિવાર એ ૧૦૮ નું આભાર માન્યું હતું.