સુરત શહેરમાં રોજેરોજ વધતા ડ્રગ્સના કેસો અને યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીનઆપમાં આવ્યું છે . આ મશીનની ખાસિયત એવી છે કે, કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીઘું હોય તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધુ છે. સુરત શહેર માં લેવાતા ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે. ગુજરાત રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે છે, જેને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર કહેવામાં આવે છે.
વ્યક્તિ ની લાળથી માત્ર 1 મિનિટમાં જ ડ્રગ એડિક્ટ ઝડપાઈ જશે
સુરતના એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સેવન કરેલું હોય તો મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોંમાંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે.અને આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધુ છે કે નહી