અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે જે છેલ્લા 76 વર્ષથી વિદ્યાર્થીહિત અને સામાજહિત માટે સતત કાર્યરત છે
આપ જાણો છો કે થોડા દિવસો પહેલા આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ આઠની વિદ્યાર્થીની દ્વારા તેમની ફી ભરેલી ના હોવાથી તેમની શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરી ને તેમને ટોયલેટ પાસે બે દિવસ ઉભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી તેથી વિદ્યાર્થીની અત્યંત માનસિક ત્રાસથી પીડાતી હતી અને છેવટે તેમણે આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શરમજનક ઘટના ગણી શકાય છે. આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે તો આ ઘટનાને અનુસંધાને ડીઈઓ દ્વારા સ્કૂલો પર યોગ્ય નિયમ બનાવવામાં આવે.
તેથી ઉપરોક્ત ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આ કૃત્ય માં ગુનેહગાર છે તેમની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અભાવિપ માંગ કરે છે અને જો વિદ્યાર્થી પરિષદની માંગ સંતોષવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે.