સુરત (બારડોલી)
અલગ અલગ જગ્યાએ ઘણા સમય થી ખેડુતોને ખેતર વિસ્તારમાં દિપડાઓ જોવા મળી રહ્યા છે ત્યારે સરભણ ગામના ધવલભાઈ શર્મા સરભણથી કાની રોડ પાસે ડુંગળી વગા તળાવ પાસે ફાર્મ હાઉસ બનાવી રહ્યા હોય હાલ ખુલ્લી જગ્યાની ફરતે દિવાલ બનાવી રહ્યા છે જગ્યામાં મજુરી કામ કરતા મજુરો પડાવ પાડી રહે છે ત્યારે 2 દિવસ પહેલા રાત્રીના 9 વાગ્યે ધવલભાઈ મજુરો ને મળી 10 વાગ્યાની આસપાસ પોતાની સ્પોર્ટ્ બાઈક ચાલુ કરી બહાર નિકળી રહ્યા હતા ત્યારે અચાનક 30 ફુટ દુર એક દિપડો ધવલભાઈ તરફ આવતા જોતા ધવલભાઈ એ ગાડીની લાઈટ ફુલ કરતા દિપડો 5 ફુટ તાર ફેન્સિંગ કુડીને શેરડીના ખેતર તરફ પલાયન થઈ ગયો હતો ધવલભાઈ એ સવારે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના પ્રમુખ જતીન રાઠોડ ને જાણ કરતા જતીન રાઠોડ અને એમની ટીમ સવારે જઈ તપાસ કરતા પગમાર્ક એવું જોવા નહી મળ્યું હતું
સરભણ ગામના કાંતુભાઈ દયારામભાઈ મિસ્ત્રીનું શેરડી નું ખેતર ધવલભાઈ ના ફાર્મ હાઉસ નજીક આવેલ છે કાંતુભાઈ કાલે સાંજે પોતાના શેરડીના ખેતરમાં પાણી મુકવા જતા પાણીની કુંડી પાસે દિપડાના પગલા જોવા મળ્યાં હતાં પગલા ક્યાં સુધી જઈ રહ્યા છે એ જોવા જતા શેરડીના ખેતરની પાર પાસે મૃત શ્વાન અર્ધું ખાધેલ હાલતમાં જોવા મળ્યું હતું કાંતુભાઈ એ આ વાતની જાણ ધવલભાઈ ને કરતા ધવલભાઈ એ જતીન રાઠોડ અને તેન સામાજિક વનીકરણ રેંજ ના ફોરેસ્ટર ધર્મેન્દ્રસિંહ ને જાણ કરતા જતીન રાઠોડ અને ધર્મેન્દ્રસિંહ એ સરભણ ગામે જઈ પગમાર્ક અને શિકાર તપાસ કરતા દિપડો હોવાનું જણાવ્યું હતું અને ધર્મેન્દ્રસિંહે તેન વનવિભાગ ની ઓફીસે જઈ તાત્કાલીક મારણ સાથે પાંજરુ મુક્યું હતું
અહેવાલ :- અક્ષય મકવાણા (બારડોલી)