સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન: ૧૧ ટીમોએ ભાગ લીધો

સુરત,
સુરત શહેરમાં આવેલા ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. મંડળ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટમાં સુરત ઉપરાંત નવસારી, ધનોરી, ગડત, દેસરા અને બીલીમોરા જેવી વિવિધ જગ્યાઓમાંથી આવી રહેલી કુલ ૧૧ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકો, યુવાનો અને મહિલાઓમાં રમતગમત તેમજ એકતા જાળવવાની ભાવના વિકસાવવી રહ્યો છે. રમતપ્રેમી સમાજજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી.

વિશેષ અતિથિઓમાં

  • અભિનેત્રી તુષારિકા રાજ્યગુરુ (શુભચિંતક મૂવી ફેમ)
  • વિશ્વપ્રસિદ્ધ એથ્લેટ વિસ્પી ખરાદી (૧૬ ગ્રીનિશ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર)
  • કલાકાર કપિલભાઈ શુક્લ
  • સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદાર જયંતભાઈ શુક્લ
  • યુવા પ્રમુખ જયદીપ ત્રિવેદી

આ તમામ આગેવાનો અને વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિએ ટૂર્નામેન્ટને ઉમંગ અને પ્રેરણા સાથે વધુ રોચક બનાવ્યો હતો. ખેલાડીઓએ ઉત્સાહભેર મેચ રમી અને રમતગમતના માધ્યમથી સમાજમાં એકતા અને સંઘર્ષશીલ ભાવનાને ઉજાગર કરી.