સુરત :
સુરતમાં ચોમાસા પહેલાં પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી નબળી કરી હતી તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા તુટી જવાના બનાવ બની રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. અઠવા ઝોનના વેસુમાં ભુવા પડ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યાં છે. આજે સુરતના ટ્રાફિકથી ધમધમતા સુર્યપુર ગરનાળા પાસે આવેલા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડી ગયો છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે તેને તે સમયે જ ભુવો પડતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે.
આ ભુવો પડતા પાલિકા તંત્રએ બેરિકેટિંગ કરી દીધું છે પરંતુ આસપાસથી જે વાહનો પસાર થાય છે તે ચાલકોને ભુવો મોટો થાય તેનો ભય સતાવી રહ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)