
સુરત: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના “No Drugs In Surat City” અભિયાન અંતર્ગત, સુરત શહેર એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગૃપ) દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સુબ્સટેન્સ) ગુનામાં સંડોવાયેલા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
એસ.ઓ.જી. ની ટીમ, જેનું માર્ગદર્શન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાધવેન્દ્ર વત્સ અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદિપસિંહ નકુમ દ્વારા આપવામાં આવ્યું હતું, ડ્રગ્સના ગુનામાં લિંક ધરાવતી વ્યક્તિઓને ઝડપી પાડવા માટે સતત કામગીરી કરી રહી છે.
એસ.ઓ.જી.ના અધિકારીઓ – ASI યુવરાજસિંહ સામંતસિંહ અને HC જેટેન્દ્રસિંહ તથા પ્રવિણસિંહના માર્ગદર્શન હેઠળ, ધરાવતી બાતમી પર કાર્યવાહી કરવામાં આવી હતી અને ઇમરાન ઉર્ફે મુડી સાહબુદ્દીન ઉસ્માની (ઉ.વ. 28) નામના આરોપીને ભેસ્તાન, સુરતમાં શાલીમાર, રેલવે બ્રીજ પાસે જાહેર રોડ ઉપર પકડી પાડી હતી.
આ ફરિયાદના આધારે, આરોપીએ ગાંજાના જથ્થા સાથે પકડાઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સોહેલ મોહમ્મદ શૌકત મન્સુરી સાથે મળીને 186.76 ગ્રામ ગાંજાનું વેચાણ કરતો હતો, જેની અંદાજીત કિંમત 18,676.00 રૂપિયા હતી. આ ઉપરાંત, 5000/- રૂપિયાના મોબાઈલ ફોન અને 30/- રૂપિયાની રોકડ પણ ગુનામાં જપ્ત કરી લેવામાં આવી.
આ શોધખોળના દરમિયાન, ઇમરાન એ જણાવ્યું કે તે અને તેના મિત્ર મહેફુઝ કમાલુદ્દીન હાસ્મી સાથે ગાંજાના જથ્થાનો વેચાણ છુપાઈને કરી રહ્યા હતા, જે સુરતના ઉન વિસ્તારમાં જઈને વેચતા હતા