વેસુ, સુરત: સુરતના વેસુ વિસ્તારમાં આવેલ હોટેલ એલિગન્ટ ઈન માં એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક 20 વર્ષીય યુવકે સુસાઇડ કરી જિંદગીનો અંત લીધો.
પ્રારંભિક માહિતી અનુસાર, યુવકે પહેલા પોતાની છાતીમાં ચપ્પુ માર્યો અને ત્યારબાદ હોટેલના ચોથા માળથી નીચે પડતો મૂક્યો. આ ઘટના બાદ વેસુ પોલીસ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી.
પોલીસે સીસીટીવી ફૂટેજ પર તપાસ શરૂ કરી છે, જે આ પ્રકરણની આગલી તપાસમાં મદદરૂપ થશે.
આ ઘટના અંગે વેસુ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને મહિલાઓ અથવા આજુબાજુના લોકો પાસેથી પુરાવા એકત્રિત કરી રહી છે.