સુરત :
સુરત શહેર પોલીસ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ગેરકાયદેસર વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવવાં અનોખો પ્રયાસ શરૂ કર્યું છે. સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા ભેસ્તાન, સચિન, સચિન જીઆઇડીસી વિસ્તારમાં અનોખો અભિયાન શરૂ કરાયો છે. જેમાં જે વ્યક્તિ દ્વારા ખોટી રીતે વ્યાજે રૂપિયા લઇ મોટા પાયે વ્યાજ વસુલી રહ્યા છે એવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા એક નવી ઝુંબેશ શરૂ કરાઈ છે.
જે અંતર્ગત ગતરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ટ્રાઈ સાયકલ પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારી એજન્સી પાસેથી જ વ્યાજે રૂપિયા લેવા સહીતની ગાઈડલાઈન આપવામાં આવી હતી અને લોકોને જાગૃત કરી વ્યાજખોરોના ચક્રવ્યુમાંથી બચવાં અપીલ કરાઈ હતી. આ જન જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં આઈ ડિવિઝન એસીપી, સચિન જીઆઇડીસી પીઆઇ, સચિન પીઆઇ અને ભેસ્તાન પીઆઇ જોડાયા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)